રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હવે કોઇ પાસ કે મંજૂરીની જરૂરિયાત નહીં
Live TV
-
લોકો મંજૂરી વિના જ હવે રાજ્યમાં એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકશે: નીતિન પટેલ
લોકડાઉનના ચોથા તબક્કામાં હવે વેપાર ધંધા શરૂ કરવાની સાથે લોકોને અવરજવરમાં પણ મહદઅંશે મૂક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હવે કોઇ પાસ કે મંજૂરીની જરૂરિયાત નહીં હોવાનું
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે સોમવારે જાહેર કરેલી
ગાઇડલાઇનમાં આંતર જિલ્લા હેરફેર અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. અગાઉ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કલેક્ટરકક્ષાએથી મંજૂરી લીધા બાદ પાસના આધારે જવું પડતું હતું. લોકડાઉન 4.0માં તેની સ્પષ્ટતા નહીં
હોવાથી બહાર જવા માંગતા અનેક લોકો મુંઝવણમાં મૂકાયા હતા. અધિકારીકક્ષાએથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવે આંતર જિલ્લા અવરજવર માટે કોઇ મંજૂરીની જરૂરિયાત નહીં હોવાનું
જાહેર કર્યું હતું.
નીતિન પટેલે કહ્યું કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કોઇ મંજૂરીની જરૂર હવે નથી પરંતુ કન્ટેઇનમેન્ટ એરિયામાં અવરજવર થઇ શકશે નહીં. કન્ટેઇનમેન્ટ એરિયાના લોકો બહાર જઇ શકશે નહીં કે બહારથી કોઇ વ્યક્તિ કન્ટેઇનમેન્ટ
એરિયામાં આવી શકશે નહીં.
