આત્મવિલોપન મુદ્દે પીડિત પરિવાર અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાન
Live TV
-
સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન મુદ્દે, પીડિત પરિવાર અને રાજ્ય સરકાર વચ્ચે ગઈકાલે રાત્રે સમાધાન થયું હતું. સરકારે દુધખા ગામના જે પરિવારની જમીનનો પ્રશ્ન હતો, તે પરિવારને જમીન ફાળવણીનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો.
સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન મુદ્દે, પીડિત પરિવાર અને રાજ્ય સરકાર વચ્ચે ગઈકાલે રાત્રે સમાધાન થયું હતું. સરકારે દુધખા ગામના જે પરિવારની જમીનનો પ્રશ્ન હતો, તે પરિવારને જમીન ફાળવણીનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. લાભાર્થીને ત્રણ દિવસમાં મહેસૂલ વિભાગ દ્વારા ફાળવણીનો આદેશ કરાશે. આ ઉપરાંત, સમગ્ર કેસની તપાસ બાબતે પરિવારની માંગણી મુજબ સીટની રચનાનો પણ સરકારે સ્વીકાર કર્યો હતો. ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ગસ્થ ભાનુભાઈની પ્રતિમા મૂકવાની માંગણી બાબતે, સરકાર ઊંઝા નગરપાલિકાને ભલામણ મોકલી અપાશે. સરકાર અને પીડિત પરિવાર વચ્ચે સમાધાન થતાં, પરિવારે સ્વર્ગસ્થ ભાનુભાઈનો મૃતદેહ સ્વીકાર્યો હતો. આજે ઊંઝા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.