સ્વચ્છ ભારત મિશન હેઠળ ડાંગ જિલ્લામાં ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યા
Live TV
-
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર જંગલ પ્રદેશમાં આવેલ છે. ગુજરાત સરકારે ડાંગવાસીઓ માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર જંગલ પ્રદેશમાં આવેલ છે. ગુજરાત સરકારે ડાંગવાસીઓ માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યાં છે. સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં 10,338 અને મનરેગા યોજના હેઠળ 22,628 શૌચાલયનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. ડાંગના ગ્રામીણ લોકોના ઘેર શૌચાલય બનતાં, સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના સાકાર થતી દેખાય છે. લોકો શૌચાલયનો ઉપયોગ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા છે. તેમજ આંગણવાડી જતા બાળકો પણ સ્વચ્છતા અંગે ધ્યાન આપે તે બાબતે આંગણવાડી કાર્યકરો કાર્ય કરી રહ્યા છે.