આરોગ્ય ક્ષેત્રે 108 ઇમરજન્સી સેવાએ અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ કોકર્યા એટેન્ડ
Live TV
-
આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું આગવું મોડલ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2007 માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24x7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે 108 ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી ઓગસ્ટ-2023 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.25 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 51.37 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી અને માર્ગ અકસ્માતના કિસ્સામાં 18.72 લાખથી વધુ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યારસુધીમાં કુલ 14 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, તેમજ એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ 1.32 લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, વલસાડ અને અમદાવાદ જિલ્લાના 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયન્સ-EMTs અને પાયલોટે ઇજાગ્રસ્તો પાસેથી મળેલી અંદાજે રૂ. 19.33 લાખની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
108 દ્વારા ગુજરાતમાં નવતર પહેલના ભાગરૂપે વર્ષ ૨૦૨૦માં 1100 ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સલાહ, કાઉન્સેલીંગ, કોવિડ-19 અને વિવિધ આરોગ્ય સંબંધિ સેવાઓ માટે કુલ 2.34 લાખથી વધુ કોલ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેમ 108 ના ચીફ ઓપરેટીંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.
