Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

Live TV

X
  • મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સંપૂર્ણ વ્યવસ્થાની વિગતવાર માહિતી મેળવીને વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી

    રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતિની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન મંત્રીએ વરસાદથી પ્રભાવિત શહેરના વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 

    આ સાથે તેમણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ આકસ્મિક સંજોગોમાં આ લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝડપથી વિકસેલું સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ છે.

    આ મુલાકાતમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રીમતી ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply