આવતીકાલે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવશે
Live TV
-
આવતીકાલે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. આ પ્રસંગે રાજ્યનાં અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.તો આ વર્ષે પ્રજાસત્તાક દિવસે ગુજરાતના હોમગાર્ડસ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના 42 જવાનોની મુખ્યમંત્રી શ્રી ચંદ્રકો માટે પસંદગી કરવામાં આવી છે. વ્યક્તિગત હિંમત, શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે કુલ 42 જવાનોની પ્રશંસનીય વિશિષ્ટ સેવાઓ બદલ ચંદ્રકો માટે પસંદગી કરવામાં આવી છે.
