રાષ્ટ્રીય પરેડમાં મોઢેરાના સૂર્યમંદિરને રજૂ કરતો ટેબ્લો રજૂ કરવામાં આવશે
Live TV
-
ભારતના પ્રજાસત્તાક પર્વની ઊજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે ગુજરાત તરફથી મોઢેરાના સૂર્યમંદિરને રજૂ કરતો આબેહૂબ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેબ્લોના તમામ કલાકારોને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. ટેબ્લોમાં ટિપ્પણી નૃત્ય રજૂ કરનાર ગુજરાતી મહિલા કલાકારો તેમજ રાજ્યના નાયબ માહિતી નિયામક પંકજ મોદી અને ટેબ્લો નિર્માણ કરનાર સંસ્થાના પ્રતિનિધીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
