આશ્વસ્ત પ્રોજેકટ થકી સાઇબર ગુનાઓના નિયંત્રણમાં રાજ્ય સરકાર સફળ : રાજ્ય ગૃહમંત્રી
Live TV
-
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ટેક્નોલોજીના માધ્યમ દ્વારા રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ અને સાયબર ક્રાઇમનું નિયંત્રણ થાય એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
વિધાનસભા ખાતે ગઇકાલે સાયબર ક્રાઇમની ફરિયાદના પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજીને આવનારા દિવસોમાં નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સરકારનું નક્કર આયોજન છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરીને પૂરતું મહેકમ પણ ફાળવી દીધું છે. સાથે–સાથે રાજ્યની ૯ રેન્જમાં સાયબર સેલની રચના કરી દેવાઇ છે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચમાં અલાયદુ સાયબર સેલ કાર્યરત કર્યું છે, જ્યાં ચોવીસ કલાક નાગરિકોની ફરિયાદ લેવામાં આવે છે અને સંબંધિત પોલીસ સ્ટેશનને તેની જાણ કરીને ફરિયાદ પણ નોંધવામાં આવે છે. સાયબર પોલીસ સ્ટેશનોમાં ૮૨૨ થી વધુ અધિકારી – કર્મચારીઓનું મહેકમ ફાળવી દેવાયું છે. સમગ્ર રાજ્યમાં ૪૩૦ અધિકારી – કર્મીઓને આ અંગે પ્રશિક્ષિત પણ કરી દેવાયા છે.
