નર્મદાઃ માંગરોળના મહેન્દ્રભાઈ દર વર્ષે ગરીબ બાળકોમાં કરે છે પગરખાનું વિતરણ
Live TV
-
હવે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને આ ઉનાળાના બણબણતા તાપના કારણે અંતરિયાળ વિસ્તાર માં રહેતા બાળકો નું શિક્ષણ ના બગડે તેની કાળજી રાખી રહ્યાછે નર્મદાના નાનકડા ગામ માંગરોળ ના વામન કદ ના વિરાટ માનવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ,નર્મદા જિલ્લા ના એવા કેટલાય વિસ્તાર છે જ્યાં ઉનાળાની આ ગરમી સહન કરવાની ફરજ પડે છે.
નર્મદા ના અંતરિયાળ વિસ્તાર ની કે જ્યાં હજી પણ શાળાએ જતા બાળકોના પગ માં પગરખા નથી અને બણબણતા તાપ ને કારણે આ બાળકો શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે આ બાળકો નું શિક્ષણ માત્ર પગ દાઝવાથી ના બગડે તે હેતુ થી છેલ્લા પાંચ વર્ષથી મહેન્દ્રભાઈ પ્રજાપતિ શાળાએ જતા બાળકો ને પગરાખા પહેરાવી તેમને તાપ થી રક્ષણ આપી ભણતા કરે છે અને ચાલુ વર્ષે આ ઉનાળાની શરૂઆતમાં તેઓએ નર્મદાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ પ્રાથમિક શાળાના 250 કુમાર તથા કન્યાઓને પગરખાં પહેરાવી વર્ષની પગરખાંની પરબ શરૂ કરી હવે તેઓ જિલ્લાની અન્ય આશ્રમશાળાઓ અને શાળાઓ માં જઈ ને બાળકો ને જાતેજ પગરખા પહેરાવશે અંતરિયાળ ગામડાઓ માં તેઓ બાળકોને પગરખા પહેરાવી સંતોષ માની રહ્યા છે તેમના દ્વારા પહેરાવવામાં આવતા પગરખાથી બાળકો પણ શિક્ષણ પર પૂરતું ધ્યાન આપીશકાશે ન વાત કરી રહ્યા છે તો શાળા ના આચાર્યએ પણ તેમના આ કાર્ય ને બિરદાવ્યું
