માર્ગ અકસ્માતમાં થતાં માનવમૃત્યુમાં ઘટાડો કરવા રાજ્યસરકારે અનેક પગલાં લીધા : CM રૂપાણી
Live TV
-
માર્ગ અકસ્માતમાં થતા માનવ મૃત્યુમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે. જેમાં લોકોમાં ટ્રાફિકને લઇને જાગૃતતા માટેના કાર્યક્રમો અને ટ્રાફિકના નિયમોનું અમલીકરણ, દંડની એકઠી થયેલી રકમની રાજ્ય માર્ગ સુરક્ષા નિધીમાં ફાળવણી, અકસ્માત સંભવિત જોખમી સ્થળોને યોગ્ય સલામતી અને 108 ની એમ્બ્યુલન્સની સેવાને રાજ્યના તમામ સાથે કનેક્ટ કરવા જેવી યોજનાઓ પર સરકાર કામ કરી રહી છે. તો ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત જ સારવાર મળે તે માટે રૂ. 50 હજારની મર્યાદામાં સારવારનો ખર્ચ સીધો હોસ્પિટલને ચુકવવા માટેની જોગવાઇનો પણ સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતક દીઠ રૂ. 4 લાખની નાણાંકીય સહાયનો નિર્ણય પણ સરકાર દ્વારા લેવાયો છે. તો 2018 અને 2019ની સરખામણીમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 9.18 ટકાનો અને અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં 7.58 ટકાનો ઘટાડો નોંધાયો છે.
