ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા ન્યાયાધીશોએ લીધા ગોપનીયતાના શપથ
Live TV
-
હાઈકોર્ટમાં કાર્યરત ન્યાયાધીશોની સંખ્યામાં વધુ 4 ન્યાયાધીશનો ઉમેરો
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ચાર જ્યુડીશીયલ અધિકારીને ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં ઈલેશ વોરા, ગીતાગોપી, ડૉ.અશોકકુમાર જોશી અને રાજેન્દ્ર સરીનને મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની વડપણ હેઠળની કોલેજીયમની ભલામણ બાદ કેન્દ્રીય કાયદા વિભાગ અને રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં 52 જજોની સામે 26 ન્યાયાધીશ કાર્યરત છે, જેમાં આ નવા ચાર ન્યાયાધીશોનો ઉમેરો થશે.
