છોટાઉદેપુરઃ પીઠોરા ચિત્ર લખાવાના ઉત્સવનો પ્રારંભ
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમા પીઠોરા ચિત્રો તે પ્રાચીન સમયની એક લિપિ છે. પીઠોરા દોરવામાં નહિ પરંતુ લખવામાં આવે છે. પિઠોરા તે આદિવાસી રાઠવા સમાજના સૌથી મોટા ઇષ્ટ દેવ માનવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર કચેરીથી માંડી જિલ્લાની કચેરીઓમાં પ્રવેશ કરતાં જ પીઠોરાના ચિત્રો નજર જોવા મળે છે.
વિધાનસભામાં પણ પીઠોરા ચિત્ર સુશોભન ચાર ચાંદ લગાવે છે. પરંતુ આદિવાસીઓ આ પીઠોરા ચિત્રોને પોતાના ઘરમાં ચિત્રણ કરાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે. એક તરફ ઢોલ નગારા સાથે આદિવાસી ગીતો પર નૃત્ય થતું હોય અને બીજી તરફ લખારા દ્વારા પીઠોરા ચિત્ર લખાતા હોય આમ આવો ઉત્સવ ત્રણ થી ચાર દિવસ ચાલે છે.
આદિવાસી સમાજ પિથોરાં દેવ, ઈંન્દ્ર દેવ, પીથોરી રાણી, રાઠવા સમાજ ની કુળ દેવી રાણી કાજલ માતા, ગામ દેવ, સીમ દેવ જેવા વિવિધ દેવોના ઘોડાં ને સ્થાન આપવામાં આવે છે. રાઠવા સમાજ ના લોકો રૂપિયા ૫૦ હજારથી ૨ લાખ સુધીનો ખર્ચ કરીને પણ પોતાના ઘરની દીવાલ પર વિધિવત રીતે પિઠોરો લખાવીને દર વર્ષે પાનગુ કરીને પોતાના ઇષ્ટદેવ ને રીઝવે છે.
