આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો, કેરીના રસિયાઓને સ્વાદ ઓછો ચાખવા મળશે
Live TV
-
કેરીના રસિયાઓને ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે કેરીનો સ્વાદ ઓછો ચાખવા મળશે. બાગાયતી પાકોનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં ફળોનો રાજા કેરી મબલખ પ્રમાણમાં થાય છે.
કેરીના રસિયાઓને ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે કેરીનો સ્વાદ ઓછો ચાખવા મળશે. બાગાયતી પાકોનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં ફળોનો રાજા કેરી મબલખ પ્રમાણમાં થાય છે. ગતવર્ષોની સરખામણીએ ચાલુ-વર્ષે 25 ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો નોધાય તેવો અંદાજ છે. દક્ષિણ ગુજરાતની કેસર, હાફૂઝ, લંગડો કેરી વિદેશોમાં પણ એક્ષ્પોર્ટ થાય છે. જોકે આ વખતે પહેલી ફાલનો પાક તો ખરી ગયો છે અને જે બાકી છે એ કેરીનું ફળ તૈયાર થતા મે-મહિનો લાગશે જેના કારણે કેરી ઓછી મળશે અને ચોમાસાની શરૂઆત થતા કેરીમાં જંતુ આવી જવાની પણ ભીતી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કુલ 93,437 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે જેમાં નવસારી જીલ્લામાં 32 હજારથી વધુ અને વલસાડ જીલ્લામાં 34 હજારથી વધુ હેક્ટરમાં કેરીનો પાક લેવામાં આવે છે. હેક્ટર દીઠ 9.7 ટન ઉત્પાદન અને સમગ્ર દક્ષિણ ગુજરાતની એવરેજ 8.7 મેટ્રિક ટન ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો નોંધાતા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ચિંતિંત થયા છે.