ઈડર તાલુકાની કેશરપુર પ્રાથમિક શાળાના આચાર્યએ બાલ અભ્યારણ્ય શરૂ કર્યું
Live TV
-
સાબરકાંઠાના ઈડર તાલુકાની કેશરપુર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષણ અને કેળવણીનો સાચો અર્થ સમજાવ્યો છે.આ શાળામાં શરૂ કરાયું છે બાલ અભ્યારણ્ય.
સાબરકાંઠાના ઈડર તાલુકાની કેશરપુર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષણ અને કેળવણીનો સાચો અર્થ સમજાવ્યો છે.આ શાળામાં શરૂ કરાયું છે બાલ અભ્યારણ્ય. બાલ અભ્યારણ્ય એટલે કે બાળકો માટે બાળકો વડે ચાલતી શાળા. શાળાના વિદ્યાર્થીઓને કુપોષણમુક્ત બનાવવાની સાથે સાથે બાળકો પૈસાનું મહત્વ સમજે અને આર્થિક લેવડદેવડની કામગીરી શીખે તે હેતુથી આ શાળામાં ઓનલાઈન બેંક પણ શરૂ કરાઈ છે. જેનું સંચાલન પણ બાળકો દ્વારા જ થાય છે. બાળકો જ અહીં ડોક્ટર બેંક મેનેજર અને કેશિયર જેવી ભૂમિકા ભજવે છે. શાળામાં બાળકોને ક્યારેય શારીરિક શિક્ષા નથી થતી. આટલું જ નહીં રાષ્ટ્રભાષાનું મૂલ્ય સમજાવવા માટે દર બુધવારે શાળામાં હિંદી દિવસ મનાવાય છે.