મોરબી પાલિકાનું નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ મંજૂર
Live TV
-
સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા એવી મોરબી પાલિકાનું નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ મંજૂર કરવા માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી.
સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા એવી મોરબી પાલિકાનું નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ મંજૂર કરવા માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ ગીતાબેન કણજરિયાના અધ્યસ્થાને મળેલી આ બેઠકમાં સત્તાધારી ભાજપ પક્ષે કોંગ્રેસના બળવાખોર સભ્યોની મદદથી રૂ.352.89 કરોડના વિકાસલક્ષી બજેટને મંજૂરી આપી હતી. આ બજેટ પર ચર્ચા ન કરાતા અને સામાન્ય સભાના અન્ય મુદ્દાઓ પેન્ડિંગ રાખીને ટૂંક સમયમાં આ બેઠક આટોપી લેવાતા કોંગ્રેસના સભ્યોએ ભાજપ પર લોકશાહીનું ખૂન કર્યાના આક્ષેપ કર્યા હતા. વિપક્ષના સભ્યોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તો સત્તાપક્ષના સભ્યોએ મંજૂર થયેલા બજેટથી શહેરનો સર્વાંગી વિકાસ થવાની આશા વ્યક્ત કરી હતી.