ઇશ્વરસિંહ પરમારે જિલ્લા સંકલનની બેઠક યોજી
Live TV
-
1 હજાર જેટલા વિકાસલક્ષી કામો માટે રૂપિયા 20.2 કરોડની કરી ફાળવણી
ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી તેમજ બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પરમારે જિલ્લા સંકલનની બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જિલ્લાના પ્રભારી મંત્રએી પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આજે મળેલી જિલ્લાની સંકલન બેઠકમાં વર્ષ 2018-2019 માં થનારા વિવિધ 1 હજાર જેટલા વિકાસલક્ષી કામો માટે રૂપિયા 18.75 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સામે રૂપિયા 20.2 કરોડ ની ફાળવણી કરવાનું સંકલન સમિતિની બેઠક માં આયોજન કરાયું હતું.