ભરૂચ ટોલ-ટેક્ષ પર મારામારી કરનારા શખ્સો ઝડપાયા
Live TV
-
ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચાર ટીમો બનાવી આરોપીને પકડી પાડયા.
તાજેતરમા માંડવા-મુલદ ટોલ ટેક્ષ નાકાની ઓફીસમા દિલધડક લુંટ અને તોડફોડનો બનાવ બન્યો હતો. જેના પગલે ભયનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. બનાવ બન્યા અને ગણતરીના કલાકોમા ભરૂચ જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ આ બનાવનો ભેદ ઉકેલવામા ટોલટેક્ષ પર લાગેલ સી.સી. ટીવી ફુટેજ મેળવી તલસ્પર્શી તપાસ કરતા આ બનાવના આરોપીઓ સીયાલજ કિમ ચાર રસ્તા પાસે હોવાનુ મહત્વની કડી મળી હતી. તેના આધારે આ તમામ આરોપીઓને ઝબે કરવા આ ચારે ટીમને મળેલ લોકેશનના આધારે અનિલ બુટ્ટાભાઈ ભરવાડ, સુરેશ પુણાભાઈ જોગરાણા, મુન્નાભાઈ કાનાભાઈ ચોસલા, ગોપાલ સાજનભાઈ જોગરાણા ને પકડી પાડવામા સફળતા મળી હતી. આ બનાવમા સામેલ અન્ય આરોપીઓની પણ ઓળખ થઈ ચુકી છે. જે અંગે આગળ ની તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે પોલીસ ઈન્સ્પેકટર જીજ્ઞેશ અમીન, પોલીસ સબ ઈન્સ્પેટકર એમ.આર શકોરીયા, પો.સ.ઈ ધડુક તેમજ પોલીસ સ્ટાફે જહમત ઉઠાવી હતી.