ઉંઝા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, ઉર્જા મંત્રીએ લહેરાવ્યો ધ્વજ
Live TV
-
71મા ગણતંત્ર પ્રસંગે નાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા અને વિવિધ જાંખીઓ રજૂ થઇ હતી.
રાજ્યના ઉર્જા મંત્રી, સૌરભભાઈ પટેલે મહેસાણાના ઊંઝા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઈ ધ્વજ લહેરાવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય , જિલ્લા પોલીસ, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત , નાગરિકોએ પણ તિરંગાને સ્લામી આપી હતી.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગમાં પ્રશંસનીય ફરજ બજાવી ચુકેલા 32 સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
