Skip to main content
Settings Settings for Dark

ઉ.ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, Dy.CM નીતિન પટેલે મહેસાણાની લીધી મુલાકાત

Live TV

X
  • દક્ષિણ -મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. કડીમાં અનરાધાર 11 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહેસાણાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત.

    મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મહેસાણાના કડીમાં એક દિવસમાં 11 ઇંચ થી વધારે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. જેના કારણે કડી એ.પી.એમ.સી, સ્થાનિક બજારમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે થોળ રોડ પર આવેલો અંડર બ્રીજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

    જેના પગલે કડીમાં એન.ડી.આર.એફ.ની ટીમ મોકલવામાં આવી છે અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો મહેસાણા અને ઉત્તર ગુજરાતની જીવાદારી ગણાતા ધરોઇ ડેમમાં 14,700 ક્યુસેકથી વઘારે આવક થતા હવે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે.

    બીજી તરફ વરસાદને કારણે અનેક સ્થળે મુશ્કેલી સર્જાઈ છે. જેમાં ઉંઝાના વરવાડા ગામમાં એક કાર પાણીમાં તણાઇ ગઇ હતી. જેમાં બે લોકોનું મૃત્યુ થયું છે. સ્થાનિક લોકોએ અન્યને બચાવી લીધા હતા. એક જ પરિવારના સભ્યો દર્શન માટે ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.

    પાટણમાં સારા વરસાદને પગલે રાણીની વાવમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. સિધ્ધપુરમાં ગઇકાલથી સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply