'ફેબેક્સા' કાપડ એક્ઝિબિશનનું CM રૂપાણીએ કર્યું ઇ-ઉદ્ઘાટન
Live TV
-
અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ પ્રદર્શન ફેબેક્સાનું ઇ-ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. 90 દિવસ ચાલનારૂ પ્રદર્શન ગ્રાહકો તેમજ વેપારીઓ માટે ફાયદારૂપ નિવડશે તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આશા
અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એક્ઝિબિશન 'ફેબેક્ષા'નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઇ-ઇનોગ્રેશન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ અને એક્ઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે. તેમણે જણાવ્યું કે, વર્ષ ૧૮૬૧માં અમદાવાદમાં સૌ પ્રથમ સ્પીનીંગ -વિવીંગ મિલથી શરૂ થયેલી કાપડ ઊદ્યોગ યાત્રા આજે ૩પ લાખ સ્પીન્ડલ સુધી વિસ્તરી છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે.
