Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર, મચ્છુ-2 ડેમ ઑવરફ્લો થતા 12 દરવાજા ખોલાયા

Live TV

X
  • આજી ડેમમાં પુર આવતા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમા એક હજારથી વધુ લોકો ફસાયા.કચ્છના ધોરડો રણ પાણીમાં ગરકાવ.

    મોરબીમાં ગઇકાલેથી વરસી રહેલા વરસાદને કારણે મોરબીની જીવાદોરી ગણાતો મચ્છુ-બે ડેમ ઓવરફ્લો થતાં ડેમના 12 દરવાજા આઠ ફૂટ જેટલા ખોલાયા છે. જેથી નીચાણવાળા 20 જેટલા ગામોને એલર્ટ અપાયું છે. અને લોકોને સલામત સ્થળે જવાનું સૂચન કરાયું છે. તો ટંકારામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 12 ઇંચ થી વધારે વરસાદ વરસતાં ટંકારા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

    આ દરમિયાન ટંકારા સરકીટ હાઉસમાં ફસાયેલા આઠ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા મોડી રાત્રે રેસ્ક્યુ કરાયા હતા. તો મોરબી જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો મોરબીમાં 10 ઇંચ વરસાદ, માળીયામીયાણામાં પાંચ ઇંચ વરસાદ, હળવદમાં સાત ઇંચ વરસાદ, અને વાંકાનેરમાં છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

    બીજી તરફ તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં એનડીઆરએફની એક-એક ટીમ મોકલી આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં રીલીફ કેમ્પ શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

    ગતરાત્રી થી કચ્છ માં ધોધમાર વરસાદ વરસતા ભુજ ના નીચાંણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા છે. કચ્છના જગ વિખ્યાત સફેદ રણમાં આ વરસાદને પગલે પાણી ભરાયા છે. ભારે વરસાદથી ધોરડોના સફેદ રણમાં પાણી ભરાતા અહીંયા દરિયા જેવા દ્રષ્યો જોવા મળ્યા છે.

    આ વરસાદથી વોચ ટાવર તેમજ આસપાસના વિસ્તારો પાણીથી તરબોળ થયાં છે. આ વિસ્તારમાં ભારે ગરમીથી પાણી સુકાયા બાદ અહીં સફેદ રણ બને છે. ભારે વરસાદથી આ વખતે સફેદ રણ મોડું બને તેવી શકયતા જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply