નર્મદાનો કાકડીઆંબા ડેમ ઓવરફ્લો,નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
Live TV
-
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા 187.71 મીટરની ઉપર બે સેન્ટીમીટરની સપાટીએ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ સ્થીતિએ ડેમમાંથી 53.00 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા એ જણાવ્યું કે આ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. જોકે હાલ અહીંના નીચાણવાળા વિસ્તાર વાળા ગામોને એલર્ટ કરાયા છે. દરમિયાન કરજણ ડેમમાં ઉપરવાસ માંથી પાણીની 18 હજાર 947 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 110.11 મીટર પહોચી છે. હાલમાં ડેમમાં 374.17 MCM લાઇવ જથ્થો છે. હાલની સ્થીતિએ કરજણ નદીમાં 40 હજાર 495 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને હાઇડ્રો પાવરના 2 યુનિટમાં વિજ ઉત્પાદન શરૂ થયું છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવર ફ્લો થવાની સ્થિતિની નજીક છે ઉપરવાસ માંથી 1 લાખ 26 હઝાર 367 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે. ડેમ 92.31 % ભરાઈ ગયો છે. 4 પાવર હાઉસ કાર્યરત થતાં 240 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. પાણીના વધુ આવરાના કારણે ગેટ નં-8 છ ફુટ ખોલવામાં આવ્યો છે. જેના પગલે 98 હજાર 360 ક્યુસેક પાણી મહીં નદીમાં છોડવા માં આવી રહ્યું છે.
