ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ
Live TV
-
જામનગર જિલ્લાના જોડિયામાં મેઘો મુશળધાર, 10 કલાકમાં જ 10 ઈચથી વધુ વરસાદ
રાજકોટ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો..છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકામાં પડ્યો..લોધિકામાં પાંચ ઈચ, રાજકોટ તાલુકામાં 5 ઈંચ, ગોડલમાં 3.5 ઈંચ, જેતપુરમાં પણ બે ઈંચ, ઉપલેટામાં 4 ઈંચ , જામકંડોરણામાં 2 ઈંચ ધોરાજીમાં 3 ઈંચ, પડધરીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો..પાટિયાળી પાસે આવેલ મોતીસર ડેમ ના 14 દરવાજા ખોલ્યા છે..મોતીસર ડેમ ના 14 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા..મોતીસર નીચે આવેલ પાટિયાળી, હડમતાળા અને કોલીથડ ગામ ને એલર્ટ કરાયા છે..
સુરેન્દ્રનગરમાં પણ બારે મેઘ ખાંગા થયા..છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ થાનગઢ અને મૂળીમાં 7 ઈંચ જેટલો ખાબક્યો છે..જ્યારે ચોટીલામાં 3.5 ઈંચ, દસાડા 2.5 ઈંચ, ધ્રાંગધ્રા 4 ઈંચ , લખતર 6.5 ઈંચ, વઢવાણ 6.5 ઈંચ, ચુડા 2.5 ઈંચ, લીંબડી 3.5 ઈંચ, સાયલા 4.5 ઈંચ વરસાદ પડ્યો...
અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મેઘરજમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો..જ્યારે ભિલોડામાં 3 ઈંચ, મોડાસામાં પોણા ત્રણ ઇંચ, બાયડમાં 2 ઈંચ, ધનસુરામાં 2 ઈંચ, માલપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગરમાં જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી..છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે..જોડીયા તાલુકામાં લોકોના ઘરો સુધી વરસાદી પાણી આવી જતા લોકોને હાલાકી પડી રહી છે.જામનગર જિલ્લા ભારે વરસાદથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે.રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા છે.ઉંડ ડેમ ત્રણ દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા.આજી-3 ડેમ ના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા..સાગર એક ફુટ , સસોઇ પોણો ફુટ થી ઓવરફ્લો છે.
દેવભૂમિ જિલ્લામાં સર્વત્ર ધીમી ધારે વરસાદ થયો છે..રાત્રિથી સવાર સુધી સતત વરસાદ જોવા મળ્યો..કલ્યાણપુરમાં એક ઇચ જેટલું તો ભાણવડ અડધો ઇંચ વરસાદ.
ખંભાળિયામાં પોણો ઇંચ વરસાદ પડ્યો..જ્યારે દ્વારકામાં નહિવત વરસાદ રહ્યો..તો વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે મેઘમહેર જોવા મળી..આંકડાઓ પર નજર કરીએ તો
વડોદરા ... 31 મી.મી.
પાદરા ..... 20 મી.મી.
કરજણ ..... 25 મી.મી.
ડેસર . ..... 38 મી.મી.
ડભોઈ ...... 28 મી.મી.
સાવલી .... 23 મી.મી.
વાઘોડિયા ...... 13 મી.મી.
શિનોર ..... 11 મી.મી.મહેસાણામાં પણ સાંબેલાધાર વરસાદે કડી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ લાવી દીધી છે..સતત વરસાદને કારણે કડી એપીએમસીમાં પાણી ભરાયા..વડવાળા હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાયા..સુજાત પૂરા રોડ પર 4 થી 5 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા તો થોળ રોડ પર આવેલ અંદર બ્રિજ પાણી થી ભરાઈ ગયો, કડીના કરનનગર રોડ પર આવેલી સોસાયટીઓમાં કેડ સમા પાણી ભરાયા..
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાનાકાકડીઆંબા ડેમઓવરફલો થયો , હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે..સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાનાકાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટેસિંચાઇના પાણીનો લાભ મળશે. નીચાણવાળા વિસ્તાર વાળાગામોને એલર્ટ પણ કરાયા
મોરબીમાં પણ વરસાદની હેલી જોવા મળી..છેલ્લા ચોવીસ કલાક સુધીમાં મોરબી જિલ્લામાં પડેલ વરસાદની વાત કરીએ તો મોરબી માં ૨૪૯ એમ.એમ. વાંકાનેર મા ૧૭૭ એમ.એમ. હળવદ માં ૧૫૭ એમ.એમ. ટંકારા માં ૨૭૦ એમ.એમ. અને માળિયા માં૧૨૯ એમ. એમ. વરસાદ નોંધાયેલ છે છેલ્લા ૨૪ કલાક માં મોરબી જિલ્લા માં બારેય મેઘ ખાંગા,સાંબેલા ધારે વરસાદ.. ...તેમજ વાત કરીએ મોરબી મચ્છુ ડેમ બે ની તો હાલ ડેમના ૧૨ દરવાજા ૦૮ ફૂટ ખોલવા માં આવ્યા છે. જેમાં ઇન ફલો ૫૯,૬૧૬ ક્યૂસેક પાણી ની આવક સામે જાવક આઉટ ફલો પણ ૫૯૬૧૬ ક્યુસેક..ઉપર વાસ માં ભારે વરસાદ થી હજુ પણ ડેમ માં સતત નવા નીર ની આવક ચાલુ... * જ્યારે મચ્છુ ડેમ (૦૧) પણ ઓવર ફ્લો થતાં નીચાણ વાળા વિસ્તાર અને ગામોને તંત્ર દ્વારા ... જ્યારે મચ્છુ ડેમ ૦૩ , બંગાવડી, બ્રાહ્મણી ડેમ ૦૨,ઘો ડ ધ્રોઈ ડેમ ઓવર ફલો ..ટંકારા પંથક માં ૨૭૦ એમ.એમ. મુશળધાર વરસાદ થી નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાતા તંત્ર સતત ખડે પગે...સમગ્ર મોરબી જિલ્લા માં મુશળધાર વરસાદના પગલે તંત્ર એલર્ટ થયુ છે.
