ઉજ્જવલા યોજનાના બે વર્ષ થયા પુર્ણ
Live TV
-
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહ્યા છે.
ગામડાઓમાં એકસમયે રસોઈ કરવા માટે ચૂલાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો. જેના કારણે રસોઈ કરતી માતા-બહેનોની આંખોમાં ધુમાડો જતો હતો. જોકે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહ્યા છે, જેથી માતા-બહેનોને ધુમાડાથી છુટકારો મળ્યો છે. 20મી એપ્રિલે આ યોજનાના બે વર્ષ પૂરા થતાં તેની સફળતાને પગલે ઉજ્જ્વલા દિવસ ઉજવવામાં આવ્યો હતો
ગામડાઓમાં એકસમયે રસોઈ કરવા માટે ચૂલાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો. જેના કારણે રસોઈ કરતી માતા-બહેનોની આંખોમાં ધુમાડો જતો હતો. જોકે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહ્યા છે, જેથી માતા-બહેનોને ધુમાડાથી છુટકારો મળ્યો છે.
છેવાડાના ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય ના ઉપક્રમે સમગ્ર ભારત દેશમાં બે વર્ષથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો અમલ ચાલી રહ્યો છે. જેમાં સમગ્ર ભારતભરની તમામ ઓઈલ કંપનીઓ તરફ થી એલ.પી.જી ગેસ આપે છે તેના સંદર્ભે 20 એપ્રિલના રોજ ઉજ્જવલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના ડાંગ અને મોડાસામાં પણ આ દિવસની ઉજવણી કરાઈ હતી.
ઉજ્જ્વલા યોજનામાં છેવાડાના ગરીબ માણસો, ગ્રામિણ મહિલાઓ,બી.પી.એલ. લાભાર્થીઓ તેમજ શહેરી વિસ્તારના આવક મર્યાદા ઓછી ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં ૩.૫ કરોડ કનેકશનો ફ્રી અપાયા છે. મોડાસાના ગણેશપુર ગામમાં આવેલ એલ.પી.જી ગેસ એજન્સીમાં અરવલ્લી જિલ્લા ભાજપ ના મહામંત્રી શામળભાઈ પટેલ મોડાસા ના મામલતદાર , મોડાસા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને અન્ય અગ્રણી નાગરીકો ની ઉપસ્થિતિ માં ૯૦ થી વધારે લાભાર્થીઓને આ યોજના નો લાભ અપાયો હતો.
ડાંગ જિલ્લામાં પણ ઉજ્જવલા દિવસની ઉજવણીના ભાગરૂપે બીપીએલ કુટુંબની 500 મહિલાઓને સાંસદ કેસી પટેલના હસ્તે એલપીજી ગેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્મોકલેસ ડાંગ બનાવવાના ઉત્તમ પ્રયત્ન હેઠળ વનવિભાગને સરકાર દ્વારા ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 21 હજાર ગેસ કનેક્શનો આપવાના છે. તે પૈકી 500 કનેક્શન આપવામાં આવ્યા હતા.
