ઉઝબેક-ઇન્ડિયા ફ્રી ફાર્માઝોનમાં કેડિલા ફાર્માસ્યુટીકલ પ્લાન્ટનું ભૂમિપૂજન
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંદિજાનમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે FICCIની વૂમન સબ કમીટીના સત્રમાં ભાગ લીધો હતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસના પ્રથમ દિવસે અંદિજાનમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે FICCIની વૂમન સબ કમીટીના સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કોઇપણ સમાજનો વિકાસ, સશક્તિકરણ અને ઉન્નતિ નારી શક્તિના યોગદાન વિના અધૂરો છે. ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ મહિલા GIDC સરકારે કરી છે તેની પણ રજૂઆત કરી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનની પોતાની મુલાકાતના પ્રથમ દિવસે ઉઝબેક-ઇન્ડિયા ફ્રી ફાર્માઝોનમાં 50 મિલીયન યુએસ ડોલર્સના કેડિલા ફાર્માસ્યુટીકલ પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું હતું. આ ભૂમિપૂજન સમારોહમાં આંદિજાન પ્રદેશના ગર્વનર શુખરત અબ્દુરાહમોનોવ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ 2019માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલ એમઓયુ માટે અભિનંદ પાઠવ્યા હતા. 50 મિલીયન યુએસ ડોલર્સના પ્લાન્ટથી ઉઝબેકિસ્તાનને વાજબી ભાવે દવાઓ મળી રહેશે.
