Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 6 વિધાનસભા બેઠક પર મતદાન

Live TV

X
  • અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર, બાયડ, ખેરાલુ અને થરાદ બેઠક પર મતદાન

    અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ,હાલ પુરજોશમાં મતદાન ચાલી રહ્યું છે.મતદારોમાં પણ ,મતદાન કરવા માટે ,અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ ,અમરાઈવાડીના મતદાન મથકો પર ,મતદારોની કતારો જોવા મળી રહી છે.ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ વચ્ચે ,અહીં સીધો જંગ છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં ,ભાજપના હસમુખ પટેલ ,વિજેતા બન્યા હતા.પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ,હસમુખ પટેલ ,અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી સાંસદ બનતા ,આ બેઠક ખાલી પડી હતી

    પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું છે.પેટા ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઈ વચ્ચે સીધો મુકાબલો છે.2017ની વિધાનસભા ચૂંટણી વખતે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ બેઠક પર બન્ને રાજકીય પાર્ટીના ઉમેદવારે પોતપોતાની જીતનો દાવો કર્યો છે. તો રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પોતાના વતન વડનગરમાં મતદાન કર્યું હતું

    રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠકની વાત કરીએ તો.આ બેઠક પર આજે વહેલી સવારથી જ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે.દરેક બુથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભાજપે અજમલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.બન્ને ઉમેદવાર વચ્ચે, અહીં રસાકસી ભર્યો મુકાબલો છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં ,ભાજપના ભરતસિંહ ડાભી વિજેતા બન્યા હતા.પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભરતસિંહ ,પાટણથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ,આ બેઠક ખાલી પડી હતી

    વાત કરીએ ,અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકની.તો બાયડમાં વહેલી સવારથી જ ,મતદારોએ, મતદાન કરવા માટે
    લાંબી લાઈનો લગાવી છે.મતદારોમાં ,મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે.ભાજપના ઉમેદવાર ,ધવલસિંહ ઝાલાએ ,વતન ધરમડીવાંટામાં ,મતદાન કર્યું હતું.તો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ,વતન માલપુરના હેલોદર ગામે ,પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મતદાન પછી ,બન્ને ઉમેદવારે પોત પોતાની જીતના દાવા કર્યા હતા.2017માં ,આ જ બેઠક પર ,કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા ,ચૂંટાઈને આવ્યા હતા.પરંતુ ધવલસિંહ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.આ બેઠક પર ,કુલ 2 લાખ 31 હજાર જેટલા ,મતદારો છે.મતદારો માટે ,378 મતદાન કેન્દ્રો, ઉભા કરવામાં આવ્યા છે

    સરહદી જિલ્લા બનાસકાંઠાની થરાદ બેઠક પર ,રસાકસી ભર્યો મુકાબલો ,જોવા મળી રહ્યો છે.આ બેઠક પર ,ભાજપમાંથી જીવરાજ પટેલ અને કોંગ્રેસમાંથી ગુબાલસિંહ રાજપૂત મેદાનમાં છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ અહીંથી વિજેતા બન્યા હતા.પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ,પરબત પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ,આ બેઠક ખાલી પડી હતી.બન્ને પાર્ટીઓએ, પોત પોતાની જીતના દાવા કર્યા છે.થરાદ બેઠક પર, સાંસદ પરબત પટેલ ,અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ,પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    મહિસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકની વાત કરીએ ,તો લુણાવાડા બેઠક પર ,સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.ભાજપના ઉમેદવાર ,જીજ્ઞેશભાઈ સેવકે ,ખાનપુર તાલુકાના ગાંગટા ગામમાં ,મતદાન કર્યું હતું /અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ,વિરણીયામાં ,મતદાન કર્યું હતું.બન્ને ઉમેદવારે ,પોત પોતાની જીતનો દાવો કર્યો હતો.આ બેઠક પર NCPમાંથી ,ભરતભાઈ પટેલ પણ ,મેદાનમાં છે.મતદારો માટે ,357 જેટલા મતદાન મથકો, ઉભા કરવામાં આવ્યા છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ,શાંતિપૂર્ણ માહોલમાં ,હાલ મતદાન ચાલી રહ્યું છે.લુણાવાડા બેઠક પર, કુલ 2 લાખ 69 હજાર 116 મતદારો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply