ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે બેચરાજી મંદિરમાં આઠમના યજ્ઞમાં સહભાગી બન્યા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાને વાસ્તવિક રૂપ આપવા બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણયને બેચરાજી મંદિર ખાતે ઉપસ્થિત રહી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે આવકારી તમામ દર્શનાર્થીઓ વતી આભાર વ્યક્ત કરી આગામી સમયમાં બેચરાજી વિકાસના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગમંત્રી રાજપૂતે નવરાત્રીના પવિત્ર આઠમના દિવસેમાં બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવતી હતી. ઉપરાંત બેચરાજી મંદિરમાં આઠમના યજ્ઞમાં સહભાગી બન્યા હતા.
ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતું કે, બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ સાથે શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને ૩૦ જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારનો રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ થઈ શકે તેવી શક્યતાઓ ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવાયો છે જેના લાભ બેચરાજી સહિત આજુબાજુ ના વિસ્તારો ને મળશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે નવરાત્રીના પવિત્ર આઠમાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી અંદાજે ૪૫ કિલોમીટરના અંતરે રોડ-કનેક્ટિવિટીથી જોડાયેલા બેચરાજીને તેમજ બેચર-બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આજુબાજુમાં થઈ રહેલા વિકાસને ભવિષ્યમાં સુઆયોજિત અને સુવ્યવસ્થિત કરવા તેમજ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા આ બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરી છે.
આ નિર્ણયને પગલે ધાર્મિકતા સાથે આધુનિક ઔદ્યોગિક ક્રાંતિના સમન્વયથી બેચરાજી વિસ્તાર દેશ અને રાજ્યના વિકાસમાં આગવું યોગદાન આપવા સજ્જ બનશે તેમ જણાવ્યું હતું.
