વિસનગરઃ 700 વર્ષથી ચાલી આવતી પરંપરા યતાવત, ગુંજા ગામમાં ભરાયો પરંપરાગત ભુવનેશ્વરી માતાની પલ્લી અને લોકમેળો
Live TV
-
વિસનગરઃ 700 વર્ષથી ચાલી આવતી પરંપરા યતાવત, ગુંજા ગામમાં ભરાયો પરંપરાગત ભુવનેશ્વરી માતાની પલ્લી અને લોકમેળો
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં છેલ્લા 700 વર્ષથી આસો સુદ આઠમના રોજ પરંપરાગત ભુવનેશ્વરી માતાની પલ્લી અને લોકમેળો ભરાય છે. ગુંજા ગામના તળાવના કાંઠે ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ ધાંધલપુરના રાજપૂતોએ રાજસ્થાન બાજુથી આવીને ભુવનની આધ્યશક્તિ ભુવનેશ્વરી માતાની સ્થાપના કરી હતી. 700 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભુવનેશ્વરી માતાના મંદિરના પૂજારીના ઘરેથી પૂજા અર્ચન કરી પલ્લી ઉપાડવામાં આવે છે. ઢોલ નગારા સાથે લોકો વાજતે ગાજતે આ પલ્લીની સાથે જોડાય છે અને જે ભુવનેશ્વરી માતાજીના મંદિરે પહોંચે છે. આ પલ્લીમેળામાં કોમી એકતાના પણ અનોખા દર્શન થાય છે. આ પલ્લીમાં મુસ્લિમ એકતા કમિટી અને ગુંજા મુસ્લિમ સમાજના લોકો પણ જોડાય છે. મુસ્લિમ બિરાદરો દ્વારા અહીં આવતા તમામ લોકો માટે ઠંડુ પાણી તથા લીંબુ શરબતનો કેમ્પ યોજવામાં આવે છે.
