ગાંધીનગરઃ કોલવડા ગામે આઠમની પરંપરાગત રીતે કરાઈ ઉજવણી
Live TV
-
ગાંધીનગરઃ કોલવડા ગામે આઠમની પરંપરાગત રીતે કરાઈ ઉજવણી
ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની અનેક પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના કોલવડા ગામે આવેલ લાલધર માતાજીના મંદિરે પણ ખાસ પરંપરાથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં વર્ષોથી આસો સુદ આઠમે માતાજીની સગડી, અને નોમની ભવાઇ કરવામાં આવે છે. અને પછી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અહી આસો સુદ આઠમને દિવસે સગડીનો મહિમા ઉજવામાં આવે છે જેમાં કોલવાડ ગામે લોકો એકત્ર થાય છે. સાથે અહીનો નાયક પરિવાર માતાજીનો વેશ ભૂષા કરી અને વારાહી માતાજીના મંદિરે જઈ પગમાં ઝાંઝર બાંધી રાજપૂત માંડવી ચોકમાં ગરબી ગાય છે અને માતાજીના પ્રાગટ્ય વિશે વાત કરે છે. માતાજીના આશીર્વાદ લે છે. સાથે માતાજીના વાળમાં તેલ પૂરી માતાજીની સળગતી સગડી સાથે ગરબી રમે છે. છેલ્લે ચોકમાં બજોઠ ઉપર સગડી ફોડીને ઉત્સવ કરે છે.
