Skip to main content
Settings Settings for Dark

ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

Live TV

X
  • ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી એક લાખ 37 હજાર ક્યુસેકથી વધુ પાણી આવતા ઉકાઇડેમમાં નવા નીરની આવક થઈ છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડતાં ઉકાઈડેમની સપાટીમાં બે દિવસમાં પાંચ ફૂટનો વધારો થયો છે. હથુનર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક પાણી ઉકાઈડેમમાં આવી રહ્યું છે. પાણી ઉકાઈ ડેમમાં આવતા હાલ ડેમની સપાટી 319.33 ફૂટ પર પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમમાંથી હાઇડ્રો પાવર મારફતે એક યુનિટ શરૂ કરી 6 હજાર 598 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply