Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

Live TV

X
  • રાજ્યમાં આજે ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 જિલ્લાના 166 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 125 મીલીમીટર એટલે કે પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં પોણા ચાર ઈંચ, પ્રાંતિજ, માણસા અને લોધિકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. ઊંઝામાં 74 મીલીમીટર, જેતપુર 71, ડિસામાં 62 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયા, ધ્રોલ, સુબિર, ધંધુકા, રાજકોટ, ટંકારામાં સવા બે-સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં 2 ઈંચ વરસાદ વરસતા સોનરખ અને કળવો નદીમાં નવા નીરની આવક થઈ છે.

    હવામાન ખાતા તરફથી ભાવનગર શહેરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આજ સવારથી ભાવનગર શહેર અને જિલ્લામાં કાળા વાદળો સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો તો કાળિયાબીડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાટણમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર આકાશી વાતાવરણ વાદળછાયું બન્યું છે અને સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડક છવાઇ રહી છે. છેલ્લા ચાર દિવસથી વરસાદ વિરામ લેતા આજે વહેલી સવારથી છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસુ સક્રિય બનતાં ધોધમાર વરસાદ વરસી જતાં કવાંટ પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે સિહાદા ગામમાંથી પસાર થતી હેરણ નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી, જો કે હેરણ નદીમાં પુર આવતાં સિહાદા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેતપુર-પાવીના કરાલ પંથકની ઉચ્છ નદીને પણ કાંઠે વહેતી થઈ છે. પંચમહાલમાં પણ આજ સવારથી વરસાદી માહોલ છવાતા ચોમેર ઠંડક પ્રસરી ગઇ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply