Skip to main content
Settings Settings for Dark

વડોદરા NDRF ની 4 ટીમોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત બે ગામોના લોકોનું રેસ્ક્યુ કર્યું

Live TV

X
  • વડોદરા NDRF ની 4 ટિમો દ્વારા જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત બે ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં યોગદાન આપ્યું હતું. રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ NDRF ની વડોદરા નજીક જરોદ સ્થિત છઠ્ઠી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધન સુસજ્જ જવાનો મહારાષ્ટ્રના ભારે પૂરથી અસર પામેલા વિસ્તારોમાં શનિવારથી જ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ગયા છે. ટીમોની કામગીરી અંગે જાણકારી આપતાં નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે,આ ટીમો એ પાંચમી બટાલિયનની ટુકડીઓ સાથે મળીને પૂરના પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મુકાયેલા આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં સહયોગ આપ્યો હતો. આ ગામો રત્નાગીરીને જોડતા ધોરીમાર્ગ નં.166 પર આવેલા છે. ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોમાં બે મહિલા, બે વૃદ્ધ દંપતીઓ, બે બાળકો અને એક યુવાનનો સમાવેશ થાય છે. એક ટુકડી હાલમાં સાંગલી ને જોડતાં વિસ્તારોમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં 290 પૂરૂષો, 189 મહિલાઓ અને  26 બાળકો મળીને કુલ 505 જણાને બચાવી લેવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply