ઉપરવાસમાં ભારે વરસાદ, ઉકાઇ ડેમના 22માંથી 14 દરવાજા ખોલાયા
Live TV
-
ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં પડી રહેલા અવીરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસ માંથી 1,91,000 ક્યુસેક જેટલું પાણી આવી રહયું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં પડી રહેલા અવીરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસ માંથી 1,91,000 ક્યુસેક જેટલું પાણી આવી રહયું છે. અને હાલ ડેમની સપાટી રુલ લેવલને પાર કરી ગઈ છે, ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી 14 દરવાજા ખોલી દોઠ લાખ ક્યુસેક થી વધુ પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે જેને પગલે તાપી નદીના કિનારેના વિસ્તારના લોકોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે, ઉકાઈડેમ માંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી..અને નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે ફરી પાણીમાં ગરકાવ થઇ ગયા છે..
