મધ્યપ્રદેશમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે સમગ્ર ઉ.ગુજરાતમાં વરસાદી માહોલ
Live TV
-
મધ્યપ્રદેશમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ત્યારે અંબાજી પંથકમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા.
મધ્યપ્રદેશમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ત્યારે અંબાજી પંથકમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અંબાજીના દાંતા પંથક તેમજ પાલનપુર વિસ્તારમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં તંત્ર એલર્ટ બન્યું છે. લોકોને જરૂર વિના ગ્રામ્ય વિસ્તારોમાં ન જવા પણ તાકીદ કરવામાં આવી છે. તો બીજી તરફ સાબરકાંઠા પણ છેલ્લાં 24 કલાકથી ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની વ્યાપક આવક થઈ છે.
