મહેસાણા APMCની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા
Live TV
-
મહેસાણા APMCમાં ત્રણ તાલુકાના ખેડૂતોની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને પડખે રહેવા માટે રાજ્ય સરકારે કિસાન સહાય યોજના અમલી બનાવી છે.
મહેસાણા APMCમાં ત્રણ તાલુકાના ખેડૂતોની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને પડખે રહેવા માટે રાજ્ય સરકારે કિસાન સહાય યોજના અમલી બનાવી છે.જગતના તાતની રક્ષા માટે અને તેની જરૂરિયાત માટે સરકારે તમામ હકારાત્મક પગલા લીધા છે.જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.ખેતીક્ષેત્રે રાજ્ય સરકારની અગ્રિમ ભૂમિકાને કારણે રાજ્યનો કૃષિવિકાસ દર 9.3 ટકા થયો છે.ખેડૂતોના આ સંમેલનમાં સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલ લોખંડવાલા, ધારાસભ્ય રમણ પટેલ, ઋષિકેશ પટેલ, કલેક્ટર એચ.કે.પટેલ, DDO એમ.વાય.દક્ષિણી, માર્કેટના ચેરમેન ખોડાભાઈ પટેલ સહિત માટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
