રાજ્યમાં અનરાધાર વરસાદ, 2500 લોકોને કરાયા સ્થળાંતર
Live TV
-
રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા કરવામાં આવી હતી
ભાવનગરના ભાલના ગામડાઓમાં ઘુસ્યા વરસાદી પાણી..ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેલો, કાલુભાર, કેરી સાહિતની નદીઓમાં ઘોડાપુર...ભાલના માઢિયા, સનેસ, ખેતા-ખાટલી, પાળિયાદ, સ્વાઇનગર સાહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ.
અતિભારે વરસાદને કારણે ઉના તાલુકાના જુડવડલી ગામમાં ફરી વળ્યા પાણી...ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારોમાં પણ ખેડૂતોના ખેતરોમાં પાણી...જો પાણી નહીં સુકાય તો ખેડૂતોને ડુંગળી, મગફળી, અડદ અને મગનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી શક્યતા...
અરવલ્લીના ભિલોડાના લીલછા પાસે ઈન્દ્રાસી નદીમાં પૂર આવતા ખેડૂત દંપતિ તણાયા...ખેડુત દંપતિ ખેતરમાંથી પરત આવતા બાઈક સાથે તણાયા...જો કે સ્થાનિકોએ બહાર કાઢતા થયો આબાદ બચાવ...
કચ્છ જિલ્લાના વાંઢાય ગામમાં જાહેર રસ્તા ઉપર જોવા મળ્યો દસ ફૂટ લાંબો મગર...ગામના ઈશ્વર તળાવમાં મગરોનો છે વસવાટ..જો કે મગર રસ્તા પર જોવા મળતા લોકોમાં ભય.
જૂનાગઢના માણાવદર પંથકમાં ઘેડના ગામો થયા જળબંબાકાર. જૂનાગઢ અને ગીર જંગલમાં ભારે વરસાદને કારણે સોરઠની ઓઝત, ભાદર, સાબલી સહિતની નદીઓ બની ગાંડીતૂર. એક ગામથી અન્ય ગામોને જોડતાં રોડ ઉપર ત્રણ થી પાંચ ફુટ જેટલાં પાણી.
મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જામનગરમાં 9 ઇંચથી વધુ વરસાદ. કાલાવડ-ધ્રોલ-જોડિયા અને લાલપુરમાં પણ 4 ઈંચથી 6 ઇંચ જેટલો વરસ્યો વરસાદ..ભારે વરસાદના કારણે જિલ્લાની અનેક નદીઓ બની ગાંડીતૂર.
દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને પગલે જામ રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું...વર્તુ-2 ડેમમાં 16 દરવાજા 6 ફૂટ જેટલા ખોલાતા રાવલ ગામમાં ફરી વળ્યાં પાણી. રાવલ ગામની બજારો, ખેતરો તેમજ ઘરોમાં ભરાયાં 3 થી 4 ફૂટ જેટલા પાણી.
સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીએ ધારણ કર્યું વિનાશક સ્વરૂપ...નર્મદા નદીના કાંઠે આવેલુ નર્મદેશ્વર મહાદેવ મંદિર ધડાકાભેર તૂટી પડ્યું..મંદિર તૂટ્યાના લાઇવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ.
