Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પોલીસે 31 બાઈક્સ ચોરી કરનાર 4 શખ્સોની કરી ધરપકડ

Live TV

X
  • રાજકોટ શહેરમાં નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસે 3 મહિનામાં 31 બાઈકની ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી 31 બાઈક અને 2 એન્જીન સહીત 7.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

    પોલીસે રાજકોટના હિતેશ ઉર્ફે બાડો ચમનભાઈ કારેણા, સુરેન્દ્રનગરના લખતરના સંજય મનસુખભાઇ મેર, અનિલ દલસુખભાઈ વડેખણીયા અને ગોપાલ ઘુઘાભાઈ રોજાસરાને ઝડપી લઇ 31 ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે.

    આ ટોળકી રાત્રે નીકળતી અને હેન્ડલ લોક વિનાના વાહનો ચોરી લેતી હતી. હિતેશ ઉર્ફે બાડો અગાઉ રાજકોટમાં ચોરી, દુષ્કર્મ અને અપહરણનમાં 5 ગુનામાં પકડાઈ ચુક્યો છે. જ્યારે સંજય દારૂના બે ગુનામાં લખતરમાં પકડાઈ ચુક્યો છે. આરોપીઓ બાઈકની ચોરી કરી વજેખણ ગામે મૂકી આવતા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply