બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ વરસાદ, સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર
Live TV
-
ગરૂડેશ નર્મદા ઘાટ પર પૂર આવતા નર્મદેશ્વર મહાદેવના મંદિરે લીધી જળસમાધી. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી
રાજ્યમાં શ્રીકાર મેઘમહેર થઈ રહી છે. ક્યાંક વરસાદ આફત લઈને આવ્યો છે તો ક્યાંક સૌ પ્રથમ વખત પાણી આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઓમકારેશ્વર ડેમમાં સૌ પ્રથમ વખત નવા નીર આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ખાલીખમ રહેલા ડેમમાં પાણી આવતા સ્થાનિકોમાં આનંદ પ્રસરી ગયો છે. જિલ્લાના વડગામ તાલુકામાં આવેલો આ મુક્તેશ્વર ડેમ સરસ્વતી નદી પર બનેલો છે અને ડેમ નજીક પૌરાણિક મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
એવું કહેવાય છે કે આ મંદિર પાંડવોના સમયથી છે. આ મંદિરને મુલાકાતે દેશભરમાંથી લોકો આવે છે. ત્યારે હંમેશા ખાલી દેખાતા ડેમમાં આ વખતે પાણી જોવા મળતા લોકો આનંદીત થઈ ઉઠ્યા છે.અને આ પાણીને કારણે આસપાસના અનેક લોકોને ફાયદો થશે.
