Skip to main content
Settings Settings for Dark

ઊંઝા APMC માં વૈશ્વિક કટોકટીની અસર: જીરું અને વરિયાળીના ભાવમાં ઘટાડો, જ્યારે અજમામાં ખેડૂતોને સારા ભાવ

Live TV

X
  • એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા APMC માં હાલમાં વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ઇંધણની કટોકટીને કારણે નિકાસમાં અવરોધ આવતા મસાલા પાકોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    વિદેશી માગ ઘટવાને લીધે ખેડૂતોને અપેક્ષિત ભાવ મળી રહ્યા નથી, તેમ છતાં ખેતીના ખર્ચ અને નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખેડૂતો માલ વેચવા મજબૂર બન્યા છે.જીરું સિઝનમાં 4500 રૂપિયાની આસપાસ રહેલા ભાવ ઘટીને હાલ 3800 રૂપિયા સુધી પહોંચ્યા છે. રોજની 12,000 થી 13,000 બોરીની આવક નોંધાઈ રહી છે.વરિયાળી અગાઉ 6000 રૂપિયા સુધીના ભાવ ધરાવતી સારી વરિયાળીના ભાવ હાલ 1200 થી 3000 રૂપિયાની સપાટીએ આવી ગયા છે. રોજની 5000 બોરીની આવક થઈ રહી છે.ઈસબગુલ ભાવ 2700 - 2800 થી ઘટીને 2300 રૂપિયા થયા છે, જેની 9000 થી 10,000 બોરીની આવક છે.અન્ય પાકોમાં ભાવ ઘટાડો હોવા છતાં, આયુર્વેદિક દવામાં વપરાતા અજમાની માંગ સારી હોવાથી ખેડૂતોને રાહત મળી છે. અજમાનો ભાવ મણના 3000 થી 4500 રૂપિયા સુધી મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં રોજની સરેરાશ 1000 થી 1200 બોરીની આવક થઈ રહી છે.ઊંઝા માર્કેટમાં રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની જણસ લઈને આવે છે. નિકાસમાં ઘટાડો હોવા છતાં, ઊંઝાની બજારમાં મસાલા પાકોની સતત આવક જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
apply