એકતાનગર ખાતે ૧૫માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ
Live TV
-
એકતાનગર ખાતે એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતાં કહ્યું કે, દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકસાવવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી શકાશે.. તેમણે ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણના સ્ટોલ પણ ઉભા કરાયા છે, જેનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
