Skip to main content
Settings Settings for Dark

એક દાયકામાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં રૂ. 66,470 કરોડના 199 પ્રોજેક્ટને મંજૂરી આપી

Live TV

X
  • • અમદાવાદમાં રૂ.1295 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલથી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર બનશે
    • નેશનલ હાઈવે-58 પર વાવ ચોકડી-સતલાસણા-ખેરાલુ સુધીના 23 કિલોમીટરના માર્ગને રૂ.151 કરોડના ખર્ચે ફોર લેન કરાશે
    • અમરેલીના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના 19 કિલોમીટર માર્ગને રૂ.129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરાશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા દેશભરમાં રૂ.1 લાખ કરોડથી વધુની 114 માર્ગ વિકાસ પરિયોજનાઓનો હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને 1575 કરોડ રૂપિયાના 3 ધોરીમાર્ગ પ્રોજેક્ટની ભેટ આપી હતી. જે પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતને આપી છે તેમાં કુલ 53 કિલોમીટર લંબાઇના 3 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 

    પ્રથમ પ્રોજેક્ટ અન્‍વયે અંદાજે રૂ. 1295 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 પર સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી 10.630 કિલોમીટરના 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે. નારોલ થી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચેથી પસાર થતા આ માર્ગ પર ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે. આ સમસ્યાના નિવારણ માટે તથા ઈંધણ અને સમયની બચત માટે વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર બનાવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ રસ્તા પર સાબરમતી નદી પરના હયાત શાસ્ત્રી બ્રીજના સ્થળે નવા ૮ માર્ગીય પુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. 

    બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 બનાસકાંઠાના વાવ ચોકડી, સતલાસણાથી વૃંદાવન ચોકડી, ખેરાલુ સુધીના 23 કિમીના હયાત 2 માર્ગીય રસ્તાને 4 માર્ગીય કરવાની કામગીરી ભારત સરકાર દ્વારા રૂ.151 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ 23 કિમીનો રસ્તો હાલ 2 લેન છે અને આગળ પાછળના રસ્તા 4 લેનના હોવાથી આ રસ્તા પર ભારે વાહનોનું આવન જાવન હોય છે અને આ પ્રોજેકટ પૂર્ણ થતાં આ રસ્તો સંપૂર્ણ રીતે 4 માર્ગીય બનશે. આ રસ્તો મુખ્ય જિલ્લા સ્થળ, ઔદ્યોગિક, પ્રવાસી અને ધાર્મિક સ્થળો મહેસાણા, વડનગર, પાલનપુર, તારંગા વન્યજીવન, આંબાઘાટા ક્વોરી, દાંતા અને અંબાજી મંદિર તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચેની મુખ્ય કડી તરીકે પણ કામ કરે છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર સુધી 4 માર્ગીય કનેક્ટિવિટી મળશે.

    ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજૂર થયો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-351ના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના 19.973 કિલોમીટરની લંબાઈના રસ્તાને રૂપિયા 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાની આ લંબાઈમા મહુવા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા પીપાવાવ પોર્ટ વગેરે રુટ ઉપર થી બગસરા, વડિયા અને જેતપુર તરફ જતા વાહનો પસાર થાય છે. અને મહુવા બંદર કેન્દ્રથી સાવરકુંડલા, અમરેલીથી, બગસરા જેતપુર નેશનલ હાઈવે સાથે જોડાયેલ રૂટ વચ્ચેનું એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય જોડાણ છે. ત્યાં ઘણા બધા મુખ્ય મથક, જિલ્લા સ્થળ છે મત્સ્યઉદ્યોગ, દરિયાઈ ઉત્પાદન અને પોલ્ટ્રી ફાર્મ તરીકે વિકસિત છે. આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લિંક હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 અને અને 27 વચ્ચેની કનેક્ટિવિટી પૂરી પાડશે.

    આ 3 પ્રોજેકટોના ખાતમુહૂર્ત ઉપરાંત રાજ્યમાં હાલ અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે 6 માર્ગીયકરણ, ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ, ભુજથી ધરમશાળાના સેકશનને 10 મીટર પહોળો કરવાની કામગીરી, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા-ભરૂચ સેક્શન પર પીપળીથી ભાવનગરનું 4 માર્ગીયકરણ, વગેરે જેવા કામોનું લોકાર્પણ અગાઉ કરવામાં આવ્યું છે. 

    આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર સામખીયાળીથી સાંતલપુર ધોરીમાર્ગનું 6 માર્ગીયકરણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 પર ઇસ્કોન જંકશનથી સાણંદ જંકશન વચ્ચે 4 કિ.મી.ના એલિવેટેડ કોરીડોરનું 530 કરોડના ખર્ચે નિર્માણ, મહેસાણાથી ઇડર વચ્ચે 1155 કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ, ચિલોડા નજીક સાબરમતી નદી પર 68 કરોડના ખર્ચે 8 માર્ગીય બ્રીજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે તેનાથી ગુજરાતના વિકાસને એક નવી ગતિ મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply