એરક્રાફ્ટ લિઝિંગ ક્ષેત્રે ગિફ્ટ સિટી ભારતને ‘આત્મનિર્ભર’ બનાવશે : CM ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ‘ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0’નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, દેશમાં એવિએશન લિઝિંગ ઉદ્યોગ માટે ગિફ્ટ સિટીનું IFSCA મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો અને અકાશા એર જેવી કંપનીઓએ નવા જોડાણો અને રોકાણો માટે એમઓયુ (MoUs) કર્યા હતા.ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં 370થી વધુ એસેટ્સ લિઝ પર અપાઈ છે. અહીં 40થી વધુ લિઝર્સ કાર્યરત છે.ભારત વર્ષ 2035 સુધીમાં 2,250 એરક્રાફ્ટના કાફલા સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિએશન માર્કેટ બનવા સજ્જ છે. લક્ષદ્વીપમાં ટૂંક સમયમાં સી-પ્લેન ઓપરેશન્સ શરૂ કરવામાં આવશે.કેન્દ્રીય બજેટમાં અપાયેલા ટેક્સ હોલિડેને કારણે ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે ડબ્લિન અને સિંગાપોર જેવા કેન્દ્રો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એવિએશન ફાઇનાન્સિંગ ઇકો-સિસ્ટમ મજબૂત બનવાથી 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને વેગ મળશે. કેન્દ્રીય મંત્રી નાયડુએ ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય બજારોનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિ નિર્ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
