એર ઓડિશા દ્વારા ભાવનગરથી સુરત-અમદાવાદ હવાઈ સેવા શરૂ, સાંસદ ભારતીબેનનું થયું સન્માન
Live TV
-
ભાવનગરથી સુરત અને અમદાવાદ વચ્ચે આજે સવારથી હવાઈ સેવા શરુ કરવામાં આવી છે.
નવી ઉડાન સેવાને આવકાર અને સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળનો અભિવાદન સમારોહ માનનીય ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેબીનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, રાજ્યક્ક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, શ્રીમતી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતિ નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમા અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આજે સવારે 8.30 કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે યોજવામાં આવ્યો હતો.
ભાવનગરથી સુરત અને અમદાવાદ વચ્ચે આજથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. ભાવનગરના લોકપ્રિય સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે લોકસભામાં અને કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ સમક્ષ ભાવનગરને સુરત અને અમદાવાદ જેવા શહેરો સાથે વિમાની માર્ગે જોડવા રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે. આજના સમારોહમાં તેમનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું.
એર ઓડીશા દ્વારા અમદાવાદ-ભાવનગર-સુરત-ભાવનગર-અમદાવાદ વિમાની સેવાનો 16 એપ્રિલ, 2018થી એટલે કે આજથી પ્રારંભ થયો હતો. જેના પ્રથમ મુસાફરોમાં મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી બન્યા હતા. આ ઉડાન સેવાને આવકારવાનો તેમજ લોકપ્રિય સાંસદ શ્રીમતિ. ડો.ભારતીબેન શિયાળ નો અભિવાદન સમારોહ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શીપ રીસાયકલીંગ એસોસિએશન, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન, ભાવનગર ડાયમંડ એસોસિએશન અને ભાવનગર બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયો હતો.