રાજ્યમાં ગરમીનો પ્રકોપ : 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર
Live TV
-
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો ઉચકાતો જાય છે ત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે લોકો અવનવા નુસખા અજમાવી રહ્યા છે.
ગરમીથી બચવા માટે લોકો ઠંડા-પીણાનો સહારો લઈ રહ્યા છે, આ સાથે જ બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવું ટાળી રહ્યા છે. આ વચ્ચે રાજ્યના ત્રણ શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમરેલીનું મહત્તમ તાપમાન 41.4, રાજકોટ 41.0 જ્યારે રાજ્યનું સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું છે. અમરેલીનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી રહ્યું છે.
રાજ્યના શહેરોનું તાપમાન
મહત્તમ લઘુત્તમઅમદાવાદ 40.2 23.8
ડીસા 40.0 25.5
ગાંધીનગર 40.5 25.5વડોદરા 39.5 27.0
સુરત 37.2 26.6
વલસાડ 34.9 21.6અમરેલી 41.4 24.2
ભાવનગર 38.3 25.0
દ્વારકા 31.6 26.5ઓખા 32.4 27.2
પોરબંદર 35.2 25.0
રાજકોટ 41.0 25.9વેરાવળ 31.9 25.8
દિવ 34.0 24.0
સુરેન્દ્રનગર 41.8 26.5મહુઆ 37.4 21.7
ભુજ 40.4 24.2
નલિયા 37.0 22.8
કંડલા પૉર્ટ 36.0 26.5અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક