દ્વારકા જિલ્લાના ખીરસરા ગામે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ
Live TV
-
સમગ્ર દેશમા કઠુઆ અને સુરતમા બનેલ દુષ્કર્મની અમાનુષી ઘટના સામે રોષ જોવા મળી રહ્યો છે
સમગ્ર દેશમા કઠુઆ અને સુરતમા બનેલ દુષ્કર્મની અમાનુષી ઘટના સામે રોષ જોવા મળી રહ્યો છે, એવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવી જ એક દુષ્કર્મની ઘટના બની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉભી થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામની પોતાના જ કુટુંબની 7 વર્ષની બાળકીને લલચાવી, ફોસલાવી એક શખ્સે તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કર્યં હતું. ભોગ બનનાર બાળકીએ બાદમાં પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવાર દ્વારા આરોપી રાણા ઉર્ફે ધનું મેપા વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જો કે ફરિયાદની જાણ થતા આરોપી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તપાસ હાથ ધરતાં પોલીસે આઈ.પી. સેક્શન 376, 512 તેમજ પોસ્કો એકટ હેઠળ આરોપીની અટકાયત કરી છે.