ગુજરાત પોલીસ બનશે હાઇટેક : રાજ્યમાં અમલી બનશે પૉકેટ કૉપ પ્રોજેક્ટ
Live TV
-
ગુજરાત પોલીસની મોબાઇલ ગવરનન્સ ક્ષેત્રે નવતર પહેલ કરી પોલિસ અધિકારીઓને પૉકેટ કૉપ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ફોન અપાશે, જેના થકી પોલિસ અધિકારીઓ આંગળીઓના ટેરવે આરોપીની માહિતી એક જ ક્લિકમાં મેળવી શકશે.
રાજ્યના દરેક પોલિસ સ્ટેશનમાં ઇન્ચાર્જ દરેક તપાસ અધિકારીને સ્માર્ટ ફોન અપાશે. પૉકેટ કૉપ પ્રોજેક્ટ અન્વયે 4,900 સ્માર્ટ ફોન મોબાઇલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે તપાસ અધિકારીઓને અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૉકેટ કૉપનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોલિસ તંત્રમાં ટેકનોલોજી આવતા હવે આરોપીઓનો તમામ ડેટા પોલિસના સ્માર્ટ ફોનમાં જ રહેશે, જેથી આંગળીના ટેરવે એક જ ક્લિકમાં તમામ ડેટા મળી જશે. પૉકેટ કૉપ પ્રોજેક્ટ અંતર્ગત 4 એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના થકી પાસપૉર્ટ વેરિફિકેશન, ગુનેગારને શોધવો, ખોવાયેલ વ્યક્તિની શોધ અને ચોરાયેલા વાહનની શોધ કરવામાં પોલિસને મદદરૂપ સાહિત થશે. પોલીસ કર્મીઓને મોબાઈલમાં 68 લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે અને ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે આ પૉકેટ કૉપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે.