Skip to main content
Settings Settings for Dark

શિયાળ બેટ ટાપુને સરકારની ભેટઃ પહેલા વીજળી અને હવે નર્મદાનું મીઠુ પાણી

Live TV

X
  • શિયાળ બેટના લોકો માટે સરકારે દરિયામાં પાઇપલાઇન નાખી નર્મદાનું પાણી પહોંચાડવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

    રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક નોટિક્લ માઇલ દૂર શિયાળ બેટ ટાપુ આવેલો છે. ચારે તરફ દરિયાથી ઘેરાયેલા આ વિસ્તારમાં લોકો મીઠું પકવીને ગુજરાન ચલાવે છે. શિયાળ બેટના લોકો માટે સરકારે દરિયામાં પાઇપલાઇન નાખી નર્મદાનું પાણી
    પહોંચાડવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

    શિયાળ બેટ ટાપુમાં વસતા 15 હજાર લોકોને મીઠું પાણી મળી રહે તે માટે ખાસ 6 કિમી દૂર ચાંચ ગામના સંપ માંથી નર્મદાનું પાણી દરિયામાં પાઇપ લાઇન બેસાડી લાવવાના પ્રયાસો હાલ હાથ ધરાઈ રહ્યા છે જેથી અહીંના લોકોને પણ મીઠું નર્મદાનું પાણી આગામી થોડા દિવસોમાં મળી રહેશે. 

    ઉપરાંત અહીં સરકાર દ્વારા લાઈટ પણ દરિયામાં કેબલ નાખીને આપવામાં આવી છે, જેનાથી લોકોના ઘરમાં અજવાળાં પથરાયાં છે. એવી જ રીતે દરિયામાં પાણીની નર્મદાની સ્પેશ્યિલ લાઇન નાખી અહીં 6 કિમી દૂર અને 70 ફુટ ઊંડા દરિયામાંથી આ પાણીની લાઇન નાખી અહીં શિયાળ બેટના લોકોને મીઠું પાણી સરકાર દ્વારા આપવામાં આવશે, જેની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. 

    જેના પગલે આગામી દિવસોમાં આ શિયાળ બેટમાં દરિયાના ખારા પાણી વચ્ચે વસતા લોકો હવે નર્મદાનું મીઠું પાણી પી શકશે. ઉનાળાના દિવસો ચાલુ થતા જ રાજયમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે ત્યારે રાજુલાનાં પીપાવાવ પોર્ટ નજીક એક નોટિકલ માઈલ દૂર શિયાળ બેટ ટાપુ આવેલો છે.  ચોતરફ દરિયાથી ઘેરાયેલ આ ટાપુ પર જવા આવવા હોડીનો સહારો લેવો પડે છે ત્યારે ચારે તરફ દરિયો હોવાથી અહીં ખાસ કરી પાણીની વિશેષ તકલીફ છે. અહીંના લોકો ડંકીમાંથી ખારું પાણી પીવા માટે પણ લાઈનમાં ઉભા રહી પાણી ભરતા જોવા મળે છે. જો કે સરકારના આ પ્રયત્નોથી હવે ગ્રામજનો ખુશ જોવા મળી રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply