EDIIમાં હિંદી ભાષાની સાથે યોગની પણ મજા માણતા ચીની વિદ્યાર્થીઓ
Live TV
-
યોગ એક પ્રાચીન ભારતીય પરંપરા છે જેનો ઉદભવ ભારતમાં થયો હતો અને હવે સમગ્ર વિશ્વમાં તેના પ્રત્યે રૂચિ જાગૃત થઈ રહી છે.
યોગ એક પ્રાચીન ભારતીય પરંપરા છે જેનો ઉદભવ ભારતમાં થયો હતો અને હવે સમગ્ર વિશ્વમાં તેના પ્રત્યે રૂચિ જાગૃત થઈ રહી છે. તેનું એક ઉદાહરણ અમદાવાદ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટમાં જોવા મળ્યું. આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ
ઈન્સ્ટીટ્યુટમાં ચીનથી કેટલાક વિદ્યાર્થીઓ હિંદી ભાષા શીખવા માટે આવ્યા છે.જો કે હવે આ ચીની વિદ્યાર્થીઓમાં હિંદી ભાષા સિવાય યોગમાં પણ રૂચિ જાગી છે. આ વિદ્યાર્થીઓ યોગ અને વિવિધ પ્રકારના આસનો શીખી રહ્યા છે અને તેનાથી આનંદ પણ અનુભવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ હિંદી ભાષામાં મીડિયામાં યોગ અંગે નિવેદન પણ આપ્યું હતું.