એશિયન ગેમ્સમાં મેડલ મેળવનાર ગુજરાતના ચાર ખેલાડીઓને મુખ્યમંત્રીએ કર્યા સન્માનિત
Live TV
-
સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,અઢારમી એશિયન ગેમ્સ 2018 અંતર્ગત ,ઇતિહાસમાં પ્રથમ વખત ,એક સુવર્ણ ચંદ્રક ,અને 3 કાંસ્ય વિજેતા ,ગુજરાતના ચારેય ખેલાડીઓને ,શુભ્ચેછા પાઠવી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે એશિયન ગેમ્સમાં સફળ થયેલા ગુજરાતના ચારેય ખેલાડીઓનું ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ હતુ. સરિતાને રૂપિયા એક કરોડ, અંકિતાને 50 લાખ અને માનવ તેમજ હરમિતને રૂપિયા 30-30 લાખના પુરસ્કાર આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,ચારસો મીટર રીલેમાં ,સુવર્ણ ચંદ્રક વિજેતા ,સરિતા ગાયકવાડને ,રાજ્યના પોષણ અભિયાન માટે,અને ટેનિસમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ,અંકિતા રૈનાને ,બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માટે ,રાજ્યના એમ્બેસેડર ,જાહેર કરી હતી.
