Skip to main content
Settings Settings for Dark

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં થયો વધારો

Live TV

X
  • રાજ્યના ડેમોના જળસ્તરમાં વધારો થઈ રહ્યો હોવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેશે અને પીવાના પાણીની પણ કોઈ સમસ્યા નહીં સર્જાય.

    ઉપરવાસમાં સારા વરસાદને કારણે રાજ્યના ડેમની સ્થિતિમાં સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.ઉપરવાસમાંથી 5 હજાર 295 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 124.49 મીટરને પાર પહોંચી છે.તો ડેમમાંથી હાલ 5295 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ તરફ કડાણા ડેમના પણ જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.કડાણા ડેમનું જળસ્તર હાલ 416.8 ફુટે પહોંચ્યું છે.અને ડેમમાં 4950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.તો ડેમમાંથી 5 હજાર 659 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.બીજી તરફ રાજ્યના ડેમોના જળસ્તરમાં વધારો થઈ રહ્યો હોવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેશે.જ્યારે પીવાના પાણીની પણ કોઈ સમસ્યા નહીં સર્જાય.બીજી તરફ રાજકોટના આજી ડેમમાં પણ નર્મદાનાનીર છોડવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આજી ડેમમાં 735 એમસીએઇટી પાણી છોડવાની વિજય રૂપાણીએ જાહેરાત કરતાં રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે. નર્મદાના નીર છોડવાને કારણે હવે આજી ડેમ ભરાઇ જશે જેથી રાજકોટનું હાલ પુરતું જળસંકટ નિવારી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply